
ભજન સંધ્યા, પાલખીયાત્રા, હવન યજ્ઞ સહિત માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યો…



પાટણ તા. ૩૧
પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીની શ્રાવણ સુદ સાતમ ને ગુરુવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસર ખાતેના નવનિર્મિત મંદિર પરિસર ખાતે જન્મ જયંતી મહોત્સવ ની ભજન સંધ્યા સહિત ના ભક્તિમય ઉત્સવો વચ્ચે સ્વામી પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી પ્રસંગે શહેરના જુના પાવરહાઉસ નજીક આવેલા ટીંબાવાસ ખાતેથી ટીંબાવાસ યુવક મંડળના સેવાભાવી નવયુવાનો ના યજમાન પદે ભક્તિ સંગીતના સુરો અને અબીલ ગુલાલ ની છોળો સાથે ફટાકડાની આતશબાજી વચ્ચે માતાજીની ધજા દંડ સાથે પાલખી યાત્રા નિકળી હતી.ધજા દંડ અને પાલખી યાત્રામાં સ્વામી પરિવારના હજારો ભકતો સાથે યુનિવર્સિટી ના કુલપતિ સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા.


ધજા દંડ સાથે પાલખી યાત્રા ટીંબાવાસ માંથી પ્રસ્થાન પામીને રસણીયા વાડા, મોટી ભાટિયાવાડ, જુનાગંજ બજાર, નિલમ સિનેમા, બુકડી, મીરા દરવાજા થઈને શ્રી પદ્મ
નાભ વાડી પરિસર સ્થિત શ્રી સમેળા માતાજીના નિજ મંદિરે આવી પહોચતા ભકતો દ્રારા ભવ્ય સામૈયું કરી મંદિર શિખર પર યજમાન શિવમ નંદુલાલ સ્વામી પરિવારના હસ્તે ધજા દંડ ચડાવી મહાઆરતી નો લાભ લીધો હતો. શ્રી સમેળા માતાજીની જન્મ જયંતી પ્રસંગે માતાજી સન્મુખ હવન- યજ્ઞ કરવામાં આવ્યો હતો જેના યજમાન પદે તેમજ બપોર ની ફરાળ પ્રસાદના દાતા તરીકે આપકી પસંદ પરિવારે લ્હાવો લીધો હતો.
આ પ્રસંગે માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો જેના યજમાન તરીકે વર્ષાબેન અનિલભાઈ પટણી પાલનપુર વાળાએ લ્હાવો લીધો હતો.
માતાજીની પાલખીયાત્રા અને હવન યજ્ઞના આ ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ બાદ સ્વામી પરિવાર ના સૌએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીના જન્મ જયંતી પ્રસંગને સફળ બનાવવા સ્વામી પરિવારના પ્રમુખ શાંતિ ભાઈ સ્વામી,કમલેશ સ્વામી, યશપાલ સ્વામી, ખન્નાભાઈ સ્વામી, વિજય સ્વામી,મહેશ સ્વામી, નિલેશ સ્વામી,કનુ સ્વામી, વિવેક સ્વામી,હરેશ સ્વામી,ચેતન સ્વામી, હેતલ સ્વામી, મણિલાલ સ્વામી,પ્રમોદ સ્વામી, કલ્પેશ સ્વામી સહિતના હોદેદારો,શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે સ્વામી પરિવારના સૌએ જહેમત ઉઠાવી હતી.




