તારીખ 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન અઠવાડિયાના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ધારપુર દ્વારા નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે રંગોળી અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા સ્ત્રી રોગ વિભાગ ખાતે યોજાઈ હતી જેમાં સ્તનપાનના મહત્વને ઉજાગર કરતી ક્રિએટિવ કૃતિઓ રજૂ કરવામાં આવી.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રોટરી ક્લબના પ્રમુખ ડો. પરિમલભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે સ્તનપાન બાળક અને માતા બંને માટે અનેક રીતે લાભદાયક છે તથા અનેક ગંભીર બીમારીઓથી રક્ષણ આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર અઠવાડિયા દરમ્યાન વિવિધ જાગૃતિમુલક કાર્યક્રમો યોજવામાં આવશે અને સમાજમાં આરોગ્યપ્રદ સંદેશો પહોંચાડાશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને પ્રોટીન પાવડરની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ડો. દીક્ષિત મોઢ (એનેસ્થિસિયા વિભાગના વડા), ડો. રમેશભાઈ પ્રજાપતિ (RMO), ડો. ગઢવી, રોટરીના પ્રોજેક્ટ ચેરમેન ડો. નૈસર્ગીબેન પટેલ, શ્રી શૈલેષભાઈ સોની અને રોટરીના અન્ય સદસ્યો અશ્વિનભાઈ જોશી ,વિનોદજોશી , જયરામભાઈ પટેલ ,ડો બાબુભાઈ પ્રજાપતિ ,યોગેશભાઈ પ્રજાપતિ , હરેશભાઈ પટેલ ,શ્રી જાની સહિત શ્રદ્ધેનીય મહેમાનો હાજર રહ્યા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્ટાફ કિરણબેન અને તેમની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




