પાટણ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો….

ધારપુર મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ભંડોળ એકત્રિત કરાયું.

પાટણ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. શ્રી દેવાધીદેવ મહાદેવ ની કૃપા થી HNGU Medical Students Association દ્વારા અને ધારપુર મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ભંડોળ એકત્રિત કરીને ભવ્ય શ્રી સિધ્ધેશ્વર મહાદેવ નું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે.આ જનોઈધરી શિવલિંગ ની સ્થાપના અને ભવ્ય નિર્માણધીન મંદિર ખાતે કરવામાં આવી છે.

આ સમગ્ર મહોત્સવ નું આયોજન પણ ધારપુર મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું જેમાં સતત બે દિવસ ચાલેલા આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર નિર્માણ થકી પાટણ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા સમગ્ર પાટણ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસ માં વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ સાથે આધ્યાત્મિક ભાવના ખીલવાનો છે.
આ સંપૂર્ણ મહોત્સવ માં પાટણ ધારપુર મેડિકલ અને હોસ્પિટલ ઉપરાંત પાટણ ધારપુર નર્સિંગ કોલેજ તેમજ નર્સિંગ સ્ટાફ,તમામ વહીવટી વિભાગ,સિક્યોરિટી સ્ટાફ દ્વારા સહિયોગ આપી મહોત્સવ ને અનેરો બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here