વાગડોદ પો.સ્ટે.ના ઇનચાર્જ પી.આઇ. દ્વારા લોક જાગૃતિ માટે પરીસંવાદનું આયોજન કરાયું.

વાગડોદની ભગવતી હોટલમાં પી.એમ. બોડાણાના અધ્યક્ષથાને પરીસંવાદ યોજાયો…

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકના ઇનચાર્જ પી.આઇ. પીએમ બોડાણાના અધ્યક્ષથાને વાગડોદ હાઇવે સ્થિત ભગવતી હોટલમાં લોકોમા કાયદા પ્રત્યે જાગૃતી આવે તેવા હેતુથી એક પરીસંવાદનું આયોજન આયોજન કરવામા આવ્યુ હતું.


જયારે આ પરીસંવાદમા પાટણ સરસ્વતી તાલુકાના વિવિધ ગામડા ઓમાંથી સરપંચો તેમજ ડેલિગેટો વિગેરે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ બોડાણાના અધ્યક્ષથાને વાગડોદ હાઇવે સ્થિત આવેલી ભગવતી હોટલમાં આયોજીત પરીસંવાદમા વિવિધ ગામડાઓમાં નાના-મોટા બનતા બનાવોનું સુખદ સત્વરે નિરાકરણ આવે તેમજ સાયબર ક્રાઇમને લગતા ફ્રોડના ગુના બનતા હોય છે જે બાબતે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા.
આ પરીસંવાદના વિશ્લેષણ દરમ્યાન પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશના પીએમ બોડાણાના વિશેષ માર્ગદર્શન હેઠળ પાટણ તાલુકાના વિવિધ ગામોના સરપંચોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં સાયબર ક્રાઇમને લગતી નાના મોટી ઘટના બને તો ગામની અંદર કોઈ કાર્યક્રમ ઉજવવામાં આવે તો પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસને એક દિવસ અગાઉ જાણ કરવા અનુરોધ કર્યો હતો સરપંચોએ જણાવ્યું હતું કે વાગડોદ પોલીસ સ્ટેશનનો વિવિધ ગામના સરપંચોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, વાગડોદ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફ દ્રારા સરપંચોનો આભાર વ્યક્ત કરાયો હતો.
આ પ્રસંગે પાટણ તાલુકાના વિવિધ ગામના સરપંચોએ પણ પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો……..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here