HomeGujaratરોટરી ક્લબ પાટણ દ્વારા વૃક્ષારોપણ ની સાથે સાથે બાળકોને મિષ્ટ ભોજન અને...

રોટરી ક્લબ પાટણ દ્વારા વૃક્ષારોપણ ની સાથે સાથે બાળકોને મિષ્ટ ભોજન અને શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું…

પાટણ તા. ૧૧
રોટરી ક્લબ પાટણ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે સાથે બાળકોને મિષ્ટ ભોજન સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
રોટરી કલબ પાટણ દ્રારા રાજપુર પ્રાથમિક શાળામા કુલ ૭૦૦ થી વધુ વૃક્ષો વાવી ને શાળાના મેદાનમાં પર્યાવરણ જાગૃતિ અને બાળકોને આનંદદાયી વાતાવરણ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.
આ સાથે કલબ દ્રારા સોટવાડ પ્રાથમિક શાળાના ૧૩૦ બાળકોને પ્રીતિ ભોજન અને બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રોટરી કલબ પાટણ ના પ્રમુખ ડૉ.પરિમલ જાનીએ જણાવ્યું હતું કે પયૉવરણ બાબતે અને બાળકોના વિકાસ માટે રોટરી કલબ પાટણ હમેશા સહકાર આપવા તૈયાર રહેશે.
આ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડૉ પરિમલ જાની , મંત્રી રૉ.જય દરજી, વૃક્ષારોપણ કાર્યક્રમના ચેરમેન રૉ.જયરામભાઈ પટેલ , રો ઝુંઝારસિંહ સોઢા અને રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Deeptimeshttp://www.deeptimes.co.in
We are working in printmedia from more then 24 years now we updated ourselves to digitally as deeptimes.co.in hope you are supporting and appreciating our work
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments