પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે જલારામ મંદિર સ્થિત શ્રી જલેશ્વર મહાદેવને ફૂલોને આંગી કરાઈ…

પાટણ તા. ૧૧
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારના રોજ પાટણ શહેરના જલારામ મંદિર પરિસર ખાતે ના શ્રી જલેશ્વર મહાદેવ મંદિરને ફૂલોની આંગી રચના કરવામાં આવી હતી.
શ્રાવણ માસ નિમિત્તે શ્રી જલારામ મંદિર ખાતેના શ્રી જલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવોની સાથે ભગવાન શિવજીની પૂજા આરાધના અને અભિષેક જેવા કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે શ્રાવણ માસના ત્રીજા સોમવારે મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલ અને ધર્મેન્દ્રભાઈ રાવલ દ્વારા ભગવાન જલેશ્વરને સુંદર મજાના રંગબેરંગી ફૂલોની આંગી રચના કરવામાં આવી હતી જ્યાં આ અંગે રચનાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here