પાટણ સરદાર પટેલ યુથ ફાઉન્ડેશનની સામાન્ય સભાની બેઠક યોજાઈ…

પ્રમુખ – ઉપપ્રમુખ અને મંત્રી સહિત ના સભ્યો ની વરણી કરવામાં આવી…

પાટણ તા. ૧૧
રાષ્ટ્ર પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની આગામી 150 મી જન્મજયંતીની પાટણ ખાતે થનાર ભવ્ય ઉજવણીનાં ઉપલક્ષમાં સરદાર પટેલનાં વિચારોથી પ્રેરિત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજ અને રાષ્ટ્ર ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન પાટણની સામાન્ય સભાની બેઠક શહેરના જુના સર્કીટ હાઉસ ખાતે મળેલ હતી જે બેઠકમાં ફાઉન્ડેશનનાં નવા હોદેદારોની નિમણુક કરવા સાથે સરદાર પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવા રૂપરેખા રજુ કરવામાં આવી હતી.
પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ અને પાટણ નગર પાલિકાનાં કોર્પોરેટર મનોજ પટેલ સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સામાન્ય સભામાં કાઉન્ડેશનનાં નવા પ્રમુખ તરીકે ગણપતલાલ આઈ. પટેલ,મંત્રી તરીકે યોગેશકુમાર એમ.પટેલ, ઉપપ્રમુખ તરીકે નિલેશકુમાર જી.પટેલ અને પીંકલકુમાર જે. પટેલ, સહમંત્રી તરીકે ભાવિનકુમાર એમ. પટેલ અને ભરતભાઈ એસ. પટેલ, ખજાનચી તરીકે દિલિપભાઈ એસ. પટેલ અને સંગઠન મંત્રી તરીકે ભરતભાઈ પટેલ તથા દિક્ષતિભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવતા હાજર સૌ સભ્યોએ તેઓની વરણીને વધાવી શુભેચ્છા પાઠવી હતી.
આ સભામાં આગામી સરદાર જયંતીની ભવ્ય ઉજવણી કરવા રૂપરેખા ઘડવામાં આવી હતી. ચાલુ વર્ષ અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી વર્ષ (1975-2025) તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે દેશના એકીકરણથી રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારા લોખંડી પુરુષ સરદાર પટેલનાં મહાન વિચારો અને આદર્શોને પેઢી દર પેઢી જીવંત રાખવા, રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવવા અને યુવા પેઢીમાં દેશપ્રેમનું સિયન કરવા સરદાર પટેલ યુથ કાઉન્ડેશન દ્વારા વહીવટી તંત્ર, પાલિકા તંત્ર અને પાટણની તમામ
સામાજિક,રાજકીય, ધાર્મિક, બિન-સરકારી સંસ્થાઓ (NGOs) તેમજ સહકારી સંસ્થાઓનાં અને શાળાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમો સાથે ‘સરદાર જયંતી’ની પાટણમાં ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જે અંગે વિગતવાર કાર્યક્રમો સમયાંતરે જાહેર કરવાનું નક્કી કરાયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here