
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ ખાતે રક્ષાબંધન પર્વ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યું વિધાર્થીઓ દ્રારા મૂક-બધીર શાળા ના ભાઈ બહેનો ને પણ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી સાથે સાથે દિવ્યાંગ રોજગાર કેન્દ્રને પ્રોત્સાહીત કરવા ડૉ બી આર દેસાઈ દ્રારા દસ હજાર ની ખરીદી કરી આ પર્વ ને અનોખી રીતે ઉજવ્યો હતો આ પર્વ ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના સંબંધને ઉજાગર કરે છે. શાળાની આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં પારંપરિક મૂલ્યો અને માનવિય સંબંધોની મહત્વતા ઉજાગર કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત રક્ષાબંધન ના ગીત અને પૂજન સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ ભાઈઓને રાખડી બાંધીને રક્ષા તથા પ્રેમનું પ્રતિક દર્શાવ્યું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કાવ્યો અને નાટ્યરૂપી પ્રસ્તુતિઓ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રીડૉ બળદેવભાઈ દેસાઈ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં રક્ષાબંધન પર્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિ મહત્વ સમજાવ્યુ હતુ તેઓએ જણાવ્યુ હતુ કે “રક્ષાબંધન” શબ્દનો અર્થ છે રક્ષાનું બંધન. આ દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનો વચન આપે છે.રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમા (પૂનમ)ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વહેલા વહેલા ઉઠી સૌ પ્રથમ સ્નાન કરી શુધ્ધ થતા બાદ બહેનો તિલક કરે છે, આરતી ઉતારે છે અને ભાઈના હાથમાં રાખડી બાંધે છે. ત્યારબાદ મીઠાઈ ખવડાવી ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે દુઆ કરે છે. ભાઈ પણ બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે.આ રીતે, શાળામાં રક્ષાબંધનની આ ઉજવણી એ વિદ્યાર્થીઓ માટે મીઠી યાદગાર બની રહી. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો…



