
પાટણ તા. ૨૩
શ્રાવણ વદ અમાસને શનિવારના પવિત્ર દિવસે પાટણ શહેરના શિવ મંદિરોમાં ધાર્મિક ઉત્સવોની સાથે સાથે હવન યજ્ઞ ના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ પદ્મેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રાવણ વદ અમાસના પવિત્ર દિવસે યજમાન જયાબેન મહેશભાઈ સ્વામી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
યજ્ઞની પાટણના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક મંત્રોચાર વચ્ચે વિધિ કરવામાં આવી હતી.
શ્રી પદ્મેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં આયોજિત કરાયેલા હવન યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..



