પાટણના ચિત્રકાર સંદીપ પ્રજાપતિ ના ચિત્રો નું ન્યુઝીલેન્ડ મા પ્રદર્શન ગોઠવાયું…

અગાઉ અમદાવાદ સહિત ગુજરાતના મેગા શહેરોની સાથે સાથે દ.આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ સંદીપ પ્રજાપતિના ચિત્રો લોકોમાં આકષિર્ત બન્યા…

પાટણ તા. ૨૫
ઐતિહાસિક નગરી પાટણ અને પાટણના નગરજનોની વિવિધ પ્રકારની આગવી શૈલી એ દેશ અને દુનિયામાં પાટણને ગૌરવ અપાવ્યું છે. ત્યારે પાટણના આ ગૌરવમાં સોનેરી મોરપીંછ સમાન ગૌરવ અપાવવાનું દાયિત્વ પાટણ સ્વામી- પ્રજાપતિ પરિવારના સેવાભાવી વ્યકતિત્વ ધરાવતા અને સોના- ચાંદી ના દાગીના ઘડતરનું કામ કરતાં કનુભાઈ (ઝવેરી) ના સુપુત્ર અને જાણીતા ચિત્રકાર સંદીપ પ્રજાપતિ બખુબી નિભાવી રહ્યા છે.
સંદીપ પ્રજાપતિ દ્રારા તૈયાર કરવામાં આવેલા અનેક અલભ્ય ચિત્રોએ ગુજરાતના પૂવૅ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત અનેક રાજકીય-સામાજિક આગેવાનો સાથે ગુજરાતના મોટા ગજાના બિઝનેસ મેનોને ધેલુ લગાડયું છે. સંદીપ પ્રજાપતિ દ્રારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો નું ગુજરાતના અમદાવાદ શહેર સહિત અનેક મેધા શહેરોની સાથે સાથે વિદેશની ધરતી એવા દક્ષિણ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ પ્રદર્શનો ગોઠવી આગવી લોકચાહના પ્રાપ્ત કરી છે. સંદીપ પ્રજાપતિ વધુ એક વખત તા.૨૫ ઓગસ્ટ થી તા.૩૧ ઓગસ્ટ દરમ્યાન પોતાના ચિત્રો નું પ્રદર્શન કરવા ન્યુઝીલેન્ડ જવા રવાના થયા છે જે પાટણ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવ રૂપ લેખાવી શકાય.
સંદીપ પ્રજાપતિ ન્યુઝીલેન્ડ ની ધરતી પર પણ પોતાના ચિત્ર પ્રદર્શન થકી ગૌરવ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સાથે વેલ ડન સંદીપ પ્રજાપતિ વેલ ડન…
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here