કર્નલ નિતીન જોશી એ પાંચ કિલોમીટર થી વધુ સ્વિમિંગ કરી સ્વિમિંગ કોમ્પિટિશન જીતી ગૌરવ પ્રાપ્ત કર્યું…

આ અગાઉ પણ અનેક હેરત અંગેજ કરતબો રજૂ કરી કર્નલ નીતિન જોષીએ ગુજરાતને ગૌવર અપાવ્યું છે…

પાટણ તા. ૨૫
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની અને દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાઈ ને કર્નલ તરીકેની હાલમાં ફરજ બજાવી રહેલા નિતીન જોશી એ તાજેતરમાં યોજાયેલી ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ૧૦૫ વખત ૫૦ મીટર નું સ્વિમિંગ કરી કુલ પાંચ કિલોમીટર અને અઢીસો મીટર સ્વિમિંગ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સરીયદ ગામ અને પાટણ જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ અગાઉ પણ કર્નલ નીતિન જોશી દ્વારા અનેક હેરત અંગેજ કરતબો રજૂ કરી આઈસ મેન અને આર્યન મેન સાથે ગુજરાતના મીલખાસિગ નો ખિતાબ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
કર્નલ નીતિન જોશીએ જણાવ્યું હતું કે સાચા ધ્યેય અને લગન સાથે કરાતા કોઈ પણ કાયૅમાં હમેશા સફળતા પ્રાપ્ત થતી હોય છે. તેઓએ આજની યુવા પેઢી ને વ્યસન મુકત બની દેશની રક્ષા કાજે દેશભકતિ ના કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



