યુનિવર્સિટીએ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ત્રિદિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુનો પ્રારંભ કર્યો…

પાટણ તા. ૨૫
પાટણ યુનિવર્સિટીએ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ત્રણ દિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુનો પ્રારંભ કર્યો છે. યુનિવર્સિટી કેમ્પસના પાંચ વિભાગોમાં આ ઇન્ટરવ્યુ યોજાઈ રહ્યા છે.
25 ઓગસ્ટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સહિતના વિવિધ કોર્સ ધરાવતી 221 કોલેજોમાં 2,147 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યા છે. જેમાં પ્રિન્સિપાલની 154, આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસરની 2,055, લાઇબ્રેરિયનની 131 અને પીટીઆઈની 77 જગ્યાઓનો સમાવેશ થાય છે. 26 ઓગસ્ટે B.Ed., M.Ed., કાયદા સહિતના કોર્સ ધરાવતી 156 કોલેજોમાં 1,751 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે.જેમાં પ્રિન્સિપાલની 94, આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસરની 1,500, લાઇબ્રેરિયનની 102 અને પીટીઆઈની 55 જગ્યાઓ છે. જયારે 28 ઓગસ્ટે મેડિસિન, BHMS, નર્સિંગ સહિતની 133 કોલેજોમાં 1,947 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાશે.જેમાં પ્રિન્સિપાલની 117, આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસરની 1,721, લાઇબ્રેરિયનની 95 અને પીટીઆઈની 14 જગ્યાઓ છે.
આ ઈન્ટરવ્યુ યુનિવર્સિટી ના હોસ્પિટલ મેનેજમેન્ટ, એમએસસી આઈટી, બીબીએ, ફિઝિક્સ અને એમએસડબલ્યુ વિભાગમાં યોજાઈ રહ્યા છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા યુનિવર્સિટી કુલ 510 કોલેજોમાં 6,115 શૈક્ષણિક જગ્યાઓ ભરશે તેવું સુત્રો એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here