
કમિશનરશ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ,પાટણ દ્વારા આયોજિત અને આદર્શ વિદ્યાલય, પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલા મહાકુંભ આદર્શ વિદ્યાલય પાટણ મુકામે યોજાઈ ગયો.


પ્રાયોજીત કાર્યક્રમની શરૂઆતમાં આદર્શ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાથૅનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રી ડો. દિનેશભાઈ ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરીએ ઝવેરચંદ મેઘાણી ને યાદ કરી યુવાનમાં રહેલી શક્તિઓને બહાર લાવવાની વાત કરી હતી તેમજ દરેક વિદ્યાર્થી દરેક સ્પર્ધામાં રાજ્યમાં પાટણ જિલ્લાનું નામ રોશન કરે એ માટે શુભેચ્છા આપી હતી. સાથે સાથે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, વર્તમાન ઉપપ્રમુખ શ્રી ખેતાભાઇ, મંત્રી શ્રી નવીનભાઈ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જિલ્લાકક્ષા કલામહાકુંભમાં તાલુકાકક્ષાએ વિજેતા સ્પર્ધકો તથા સીધી જિલ્લાકક્ષાએ યોજાતી સ્પર્ધાના સ્પર્ધકો મળી કુલ ૧૨૦૦ થી પણ વધારે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ગરબા, લોકનૃત્ય, રાસ, ભરતનાટ્યમ, કથ્થક, લોકગીત, ભજન, સમૂહગીત ,લગ્નગીત જેવી કુલ ૨૩ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની કલાને પ્રદર્શિત કરી હતી, જેમાં પ્રથમ નંબરે વિજેતા થનાર સ્પર્ધકો પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે, જિલ્લાકક્ષાએ વિજેતા સ્પર્ધકોને સરકારશ્રી દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવશે
આ સમગ્ર સ્પર્ધાનું શ્રી બાબુભાઈ ચૌધરી જિલ્લા યુવા વિકાસ અધિકારી, દીપલબેન રાવલ તથા સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.



