પાટણ તા. ૨૯
સરસ્વતી પોલીસે ગુજરાત ને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. સરસ્વતી પોલીસે બાતમી
ના આધારે વાયડ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. પોલીસે વાયડ ગામના છેલાજી ઉર્ફે ચેલાજી ઉર્ફે દલો ઉર્ફે ભગત ઠાકોરને પોતાના કબજાના સર્વે નંબર ૭૩૪ વાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ હોવાના મામલે તપાસ હાથ ધરી આરોપી પાસેથી બે ફૂટથી દસ ફૂટની ઊંચાઈના ૩૨ ગાંજાના છોડ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન ૭ કિલોગ્રામ કિંમત રૂ. ૭૦,૦૦૦ આંકવામાં આવી છે. પોલીસે ગાજાના જથ્થા સાથે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ NDPS એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



