ગાડીને ૬૦ હજારનું નુકસાન કરી માલિક ને જાનથી મારી નાખવાની ધમકી અપાય…
પાટણ તા. ૨૯
હારીજ તાલુકાના કાતરા ગામમાં ઘર આગળ પાકૅ કરેલ ગાડી મા ત્રણ શખ્સો એ તોડફોડ કરી માલિક ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના કાતરા ગામના રહેવાસી દેવેન્દ્રભાઈ હીરાભાઈ ચૌધરી એ પોતાના ઘર આગળ પાકૅ કરેલ ગાડી ને તા. ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૦-૧૫ કલાક ના સુમારે આર્યન યોગેશભાઈ જોષી અને ભૌમિક યોગેશભાઈ જોષી નામના બે શખ્સોએ કારમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ થી અંદાજે રૂ.૬૦ હજારનું નુકસાન થયું હતું. વધુમાં, આરોપીઓના પિતા યોગેશભાઈ જોષીએ દેવેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવને પગલે દેવેન્દ્ર ભાઈએ માલસુંદ ગામના રહેવાસી ત્રણેય શખ્સો સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



