ન્યાય સર્વ ના માટે આ સૂત્રને સાર્થક કરવા માટે તમામ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, દિલ્હી, અને ગુજરાત ના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ બોર્ડ અને તેના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા અને તાલુકાની તમામ અદાલતોમાં તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા નામદારના અધ્યક્ષ-કમ-મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત એચ.શેઠના માર્ગદર્શન હેઠળ આગામી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું છે.
જયારે આ લોક અદાલતનો લાભ પાટણ જિલ્લાના તમામ પક્ષકારોને લોક અદાલતમાં સમાધાન માટે યોગ્ય હોય તેવા ઇચ્છિત ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધિત કેસો, વાહન અકસ્માત સંબંધિત કેસો, મજૂર અકસ્માત સંબંધિત કેસો, લગ્ન જીવન વિવાદ, કૌટુંબિક વિવાદ, બેંક વિવાદ, જમીન વળતર અને અન્ય દાવાઓ, સિવિલ કેસો અને સમાધાન માટે સક્ષમ તમામ પ્રકારના કેસો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં દાખલ કરી શકાય છે. વધુમાં, પ્રી-લિટિગેશન કેસો એટલે કે એવા કેસો જે કોર્ટમાં નથી પરંતુ પક્ષકારો વચ્ચે વિવાદ છે. કેસ કોર્ટમાં આવે તે પહેલાં સૌહાર્દપૂર્ણ સમાધાન સુધી પહોંચવા માટે વિવાદોને લોક અદાલતમાં પણ મોકલવામાં આવે છે. તેથી આવા વિવાદનું પણ લોક અદાલતમાં નિરાકરણ કરવામાં આવશે. જે કોઈ પણ કોર્ટમાં ચાલે છે .તે લોકો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં કોઈપણ પ્રકારના સમાધાન કેસ દાખલ કરવા માંગે છે, તેઓ તેમના વકીલોની મદદથી સંબંધિત કોર્ટમાં પોતાના કેસ રજૂ કરી શકે છે અને આ માટે તેમણે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવનો સંપર્ક કરવો પડશે. અને તાલુકા અદાલતો મંડળોએ જાણ કરી છે. તેવું પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ બોર્ડ, પાટણ જિલ્લા અદાલત, પાટણના
સચિવ આર.એ.નાગોરીએ જણાવ્યું છે………!



