
પાટણ શહેરના બગવાડા ચોકમાં ગઈકાલે સાંજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યાના સુમારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સિદ્ધરાજ જયસિંહના પૂતળા પાસે કેટલાક લોકોએ ‘પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હાય હાય’ ના નારા લગાવ્યા હતા. પાટણ પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ, આ કૃત્ય પાટણ જિલ્લા કલેક્ટર કે અન્ય કોઈ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તા પર પૂતળું સળગાવવાથી રાહદારીઓની સલામતી જોખમમાં મુકાઈ હતી. જે અનુલક્ષીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ કરવા બદલ આજે અંદાજે 15થી 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે………..!



