ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવા મામલે પાટણમાં આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોર ની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

AAP ધારાસભ્ય ચૈતર વસાવા પરના કેસમાં ફરી તારીખ પડી : મનોજ સોરઠીયા.

આદિવાસી સમાજના પ્રશ્નોને ઉઠાવવાની સાથે સાથે ભાજપના ભ્રષ્ટાચારને પણ ઉઘાડા પાડ્યા માટે ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવાનું કામ ભાજપ કરી રહ્યું છે: મનોજ સોરઠીયા

ચૈતર વસાવા માત્ર આદિવાસી નહીં, હવે સમગ્ર ગુજરાતના નેતા: મનોજ સોરઠીયા

ભગવાન બિરસા મુંડાના સંતાન ચૈતર વસાવા ભાજપના અત્યાચાર સામે ક્યારેય નહીં ઝુકે: મનોજ સોરઠીયા

ચૈતર વસાવા ગુજરાત માટે આશાનું કિરણ, સમગ્ર ગુજરાત તેમની સાથે ઉભું છે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલા નકલી કેસમાં ફરી એકવાર તારીખ પડી છે. જયારે સામાન્ય ઘટનાઓ પર ગંભીર કલમો લગાવીને ભાજપે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તાર માટે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવાનું  ષડયંત્ર કર્યું છે જેના અનુસંધાનમાં આજે પાટણમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોર ની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે ચૈતર વસાવા એક ફાઈટર છે ચૈતરભાઈ આદિવાસી સમાજના પ્રશ્નોને ઉઠાવવાની સાથે સાથે ભાજપ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને પણ ઉઘાડા પાડતા હોય છે. એટલા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવાનું કામ ભાજપ કરી રહ્યું છે. ક્યારેક વકીલો હાજર ના હોય તો ક્યારેક અલગ અલગ કાગળના બહાના કરીને વારંવાર તારીખો લેવામાં આવી રહી છે. ત્યારે ભાજપ એક વાત સ્પષ્ટપણે સાંભળી લે કે આ લડાઈ ગુજરાતના લોકોની લડાઈ છે. ચૈતર વસાવા ગુજરાતના લોકોની લડાઈ લડી રહ્યા છે. ચૈતર વસાવા હવે ફક્ત આદિવાસી સમાજના નહીં પરંતુ આખા ગુજરાતના નેતા છે. ત્યારે ભાજપ જે પ્રમાણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તોડવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ  આદિવાસી સમાજ ક્યારેય કોઈની સામે ઝૂક્યો નથી અને ઝુકશે પણ નહીં. ચૈતર વસાવા એ ભગવાન બિરસા મુંડાના સંતાન છે અને ભગવાન બિરસા મુંડા ક્યારેય અંગ્રેજો સામે પણ ઝૂક્યા ના હતા તો હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ કાળા અંગ્રેજોના રૂપમાં આવેલા ભાજપના અત્યાચારો સામે ઝુકશે નહી. આમ આદમી પાર્ટી  ચૈતર વસાવા સાથે આજે સમગ્રમાં ગુજરાત ઉભું છે. આવનારા સમયમાં ભાજપની તાનાશાહીને આમ આદમી પાર્ટી ઉખાડીને ફેંકી દેશે. ચૈતર વસાવા સમગ્ર ગુજરાત માટે એક આશાનું કિરણ છે અને સમગ્ર ગુજરાત તેમની સાથે ઉભું છે તેવું પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોરે મીડિયા યાદીમાં જણાવ્યું હતું……….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here