ઋષિ પંચમીના પવિત્ર દિવસે વિશ્વેશ્વર મહાદેવ ખાતે પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમ દ્વારા નિ : શુલ્ક ફરાળી ભોજન પ્રસાદનું આયોજન કરાયું.

પાટણ તા. ૨૯
ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમીના પવિત્ર દિવસે બનાસકાંઠાના પ્રસિદ્ધ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ભાવિક ભક્તોની ભીડ જામી હતી. તો મહિલાઓએ પવિત્ર વિશ્વેશ્વર નદીમાં સ્નાન કરી ઋષિ પંચમી નું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ઋષિ પંચમીના પવિત્ર દિવસે દર્શનાર્થે પધારેલા દર્શનાાર્થીઓ માટે નોરતાના સંત શિરોમણી પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી દ્વારા નિ:શુલ્ક ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હોવાનું પરમ પૂજ્ય દોલતરામ બાપુ ના અનુયાયી પૂજ્ય રવિરામ મહારાજે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here