વડાપ્રધાન ના સ્વ.માતૃશ્રી વિરુદ્ધ ટિપ્પણી કરનાર કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના પૂતળા નું દહન કરાયું..

પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાયૅકરો મોટી સંખ્યામાં જોડાયાં…

પાટણ તા. ૩૦
બિહાર પ્રદેશ ની એક રેલી માં કોંગ્રેસ ના રાહુલ ગાંધી અને આર.જે.ડી ના તેજસ્વી યાદવે ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સ્વર્ગવાસી માતા હીરાબા વિશે અભદ્ર અપશબ્દો વાપરી જઘન્ય કૃત્ય કરતા તેના ઘેરા પડધા સમગ્ર ભારતમાં પડ્યાં છે શનિવારે પાટણ જીલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ ના રાહુલ ગાંધી અને આર.જે.ડી ના તેજસ્વી યાદવ ના પૂતળા દહન નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન ના પદાધિકારીઓ,પાટણ જિલ્લા-શહેર સંગઠન ના પદાધિકારીઓ,યુવા મોરચા,મહીલા મોરચો, બક્ષીપંચ,અનુસૂચિતજાતિ,અનુસૂચિત જનજાતિ,લઘુમતી મોરચા ના પદાધિકારીઓ સહિત પાટણ શહેરના પ્રબુદ્ધ નગરજનો જોડાયા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here