

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા 31/ 8/25 ને રવિવારના રોજ પારેવિયા વીર દાદા સંકુલમાં, પાટણમાં પરિવાર ગોષ્ઠિ અને તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારના સભ્યો એકબીજા સાથે સંકળાય એકબીજાને ઓળખે નજીક આવે સંપર્કમાં રહી વધુમાં વધુ સેવાના તેમજ સંસ્કારલક્ષી કાર્યક્રમમાં જોડાઈ શકે. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગોમાં રમતો રમાડવામાં આવી અને વિજેતા થનારને ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા. સાથે સાથે ગત વર્ષે સારુ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રાંતમાંથી યોજનાર અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થનાર શાખાની બહેનોને પણ ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં શાખામાંથી પરિવારના 5 સભ્યોને મહેમાન બનાવવામાં આવ્યા હતા ધારાબેન ભૌમિકભાઈ ગાંધી, મીનાબેન ઉદયભાઇ સોની, સ્નેહાબેન હિતેશભાઈ પરીખ, મૃદુલાબેન મુકેશભાઈ ઠક્કર અને રીટાબેન જયેશભાઈ પ્રજાપતિ. શાખામાં દરેક સભ્યો એકબીજાને જાણે તે હેતુથી દરેક સભ્યોનો પરિવાર સહ પરિચય લેવામાં આવ્યો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી પૂર્ણિમાબેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો અને આગામી સમયના કાર્યક્રમ વિશે માહિતી મંત્રી શ્રી મમતાબેન ખમાર દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાખાના ટ્રસ્ટી ભાનુભાઈ સોની, શાંતિભાઈ સ્વામી અને મોટી સંખ્યામાં કારોબારી સભ્યો તેમજ 225 સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના સંયોજક ભરતભાઈ પટેલ અને સમગ્ર ટીમે ભારે જહમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભાર વિધિ શાખાના મંત્રી મમતાબેન ખમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોશનીબેન વ્યાસ અને જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




