થરા બાર બીજના ધણી હિંદવા પીર બાબા રામદેવ પીરના મંદિરે નેજા ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો

ભાદરવા સુદ એકમથી બાબારી બાર બીજના ધણી હિંદવા પીર બાબા રામદેવપીરની નવરાત્રીનો પ્રારંભ શ્રધ્ધા-ઉમંગભેર કરાયો હતો. આ નવરાત્રીના પૂર્ણાહુતી પ્રસંગે આજે નોમના મહીમાવંતા દિવસે રામદેવપીર મંદિરમાં નેજા ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવાયો હતો.કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે જૈન દાદા વાડી સામે બુકોલિયા વાસના નાકે આવેલ પ્રાચીન ભગવાન દ્વારકાધીશના અવતાર એવા રણુજાના રાજા,વીરમદેવના વીરા અને અજમલજીના જાયા બાબારી રામદેવ પીરના મંદિરે નેજા ઉત્સવ પરંપરાગત રીતે ઉજવાયો આ પ્રસંગે મોટીસંખ્યામાં ભાવિક ભક્તો વિવિધ નેજા લઈ આ પ્રાચીન મંદિરે ઉમટી પડયા હતા. નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી.બાબા રામદેવપીરના નવ નૌરતા ભાદરવા સુદ-૧ થી ૯ સુધી પરંપરાગત રીતે ઉજવાય છે. ભાદરવી બીજ અને નોમના પર્વે તો રામદેવપીરના મંદિરો આસ્થાધામો ભક્તોથી ઉભરાય છે. ત્યારે સોમવારે ભાદરવી નોમે થરા રામદેવપીરના મંદિરમાં નેજા ઉત્સવ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાયો હતો. વિવિધ પૂજા- અર્ચના સહિત વિશ્વશાંતી માટે પ્રાર્થના કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાતાં દર્શનાર્થીઓએ દશર્ન કરી ધન્યતા અનુભવી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here