
પાટણ તા. ૧
શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તો દ્વારા હવન- યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે. ત્યારે રવિવાર ના પવિત્ર દિવસે પાટણ શહેરના કોકા ના પાડામાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે હવન-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞના યજમાન પદે રમેશભાઈ પ્રજાપતિ તેમજ સુરેશભાઈ અને પીન્ટુભાઇના પરિવારજનો એ લ્હાવો મેળવ્યો હતો. જયારે યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જલારામ મંદિરના પુજારી ધમેન્દ્રભાઈ રાવલ દ્રારા કરવામાં આવી હતી.
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત ધામિર્ક ઉત્સવો સાથેના હવન-યજ્ઞ ના દશૅન-પ્રસાદનો લાભ લઈ શિવભક્તો એ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




