શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસરમાં આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસર ખાતે એક કુંડી હવન કરાયો..

શ્રી ચામુંડા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા નિકળી…

પાટણ તા.૧
ભાદરવા સુદ આઠમને રવિવારના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ ની વાડી પરિસરમાં આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસર ખાતે શ્રી ચામુંડા પરિવાર દ્વારા એક કુંડી યજ્ઞ સહિત ધાર્મિક ઉત્સવો સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ચામુંડા માતાજીના હવન-યજ્ઞ પૂર્વે શહેરના ખોખરવાડા વિસ્તારમાં રહેતા યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા ભકિતમય માહોલમાં ફટાકડાની આતશબાજી અને સંગીતના સુમધુર સુરો વચ્ચે પ્રસ્થાન પામી શહેરના વિવિધ રાજમાર્ગ પરથી નિકળી શ્રી પદ્મનાભ વાડી ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસર ખાતે સામૈયા સાથે સંપન્ન બની હતી. ત્યારબાદ શ્રી ચામુંડા માતાજી સન્મુખ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે એક કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ચામુંડા પરિવાર સહિત પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન-પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
શ્રી ચામુંડા પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા ધવલભાઈ,વિષ્ણુભાઈ, ડી.કે,અરવિંદભાઈ સહિત ના સભ્યોએ જહેમત ઉઠાવી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here