માટીકામ કરતા સામાન્ય પરિવારના દીકરાએ ડોકરેટની પદવી મેળવી.

પાટણ તા. ૮
પાટણના સબોસણ ગામ માટે એક અત્યંત ગૌરવ
પૂર્ણ ક્ષણ સર્જાઈ છે. ગામના વિદ્યાર્થી પ્રજાપતિ હાર્દિક રૂપાભાઈએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માંથી ગુજરાતી વિષયમાં પીએચ.ડી. (ડૉક્ટરેટ)ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે.
તેમણે ‘અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં પ્રયુક્તિઓનો વિનિયોગ એક અભ્યાસ’ જેવા ગહન વિષય પર પોતાનો મહાશોધનિબંધ તૈયાર કર્યો હતો. આ સંશોધન કાર્ય તેમણે માર્ગદર્શક ડૉ. ભરત સોલંકીના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here