પોષણ ઉત્સવ -૨૦૨૫ અંતગૅત ટેક હોમ રેશન અને મિલટેશ માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સેજા કક્ષાની સ્પધૉ યોજાઈ..

પાટણ તા. ૮
આઇસીડીએસ પાટણ ઘટક-૧ અને મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ -૨૦૨૫ અંતગૅત ટેક હોમ રેશન અને મિલટેશ માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સેજા કક્ષાની સ્પધૉ ગતરોજ ઉચીપોળ સોનીવાડા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ વાનગી સ્પર્ધા ટીએચ આર વાનગી અને મિલટેશ વાનગીમા ભાગ લઈ પ્રથમ ત્રણ નંબરે વિજેતા સ્પધૅકો ને આ વોડૅ ના નગરસેવક ભરત ભાટિયા અને ધર્મેશ પ્રજાપતિ સહિત ના મહાનુભાવો ના વરદ હસ્તે ઈનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
આ સ્પધૉ મા ઉપસ્થિત મહાનુભાવો એ કુપોષણ નાબુદી માટે બાળકોને બહારના ફાસ્ટફૂડ થી દુર રાખી આવી આરોગ્ય પ્રદ વસ્તુઓ માથી બનાવેલી વિવિધ વાનગીઓ ખવડાવવા અપીલ કરી હતી.
આ સ્પધૉ ને સફળ બનાવવા સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ, મુખ્ય સેવિકા સંગીતાબેન પટેલ, શાન્તાબેન ચૌધરી,વષૉ
બેન હડીયોલ,દિપ્તીબેન સહિતના એ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here