પાટણ અંબિકા શાકમાર્કેટ ના દેવીપૂજક વેપારીઓ અને સમાજના દાતાઓના સહયોગથી લાખોભક્તોની સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી..

પાટણ તા. ૮
ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીના દર્શન અર્થે પગપાળા જઈ રહેલા યાત્રાળુઓની સેવા માટે ગુજરાત પટણી (દેવીપુજક) સમાજ દ્વારા દાંતા હરીવાવ ખાતે પાટણ અંબિકા શાક માર્કેટ અને સમાજના વિવિધ આગેવાનો ના સહયોગથી પ્રથમ વર્ષે મેડિકલ સેવા,લાઈવ ચા-નાસ્તો,આયુર્વેદિક ગરમ પાણી નાહવા માટે તેમજ યાત્રાળુઓને આરામ કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરી હતી.તથા માઈભક્તોને રોજે રોજ મનોરંજન પૂરુ પાડવા માટે ભારતીય સંસ્કૃતિ મુજબ રોજ નવા નવા કલાકારો દ્વારા કાર્યક્રમ પણ યોજ્યાં હતા.
કેમ્પ સુખદ સંપન્ન થયા બાદ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી-બનાસકાંઠા દ્વારા સત્કાર સમારોહમાં ગુજરાત પટણી (દેવીપૂજક) સમાજ સેવા કેમ્પ આયોજકોને માતાજીની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ અંબિકા શાકમાર્કેટ ના પટ્ટણી વેપારીઓ સહિત સમાજના દાતાઓ દ્રારા પદયાત્રીઓ ની સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો સૌ પ્રથમ વખત આયોજિત આ સેવા કેમ્પ ની સૌ પદયાત્રીઓ એ સરાહના કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here