હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત શકિત વંદના કાર્યક્રમ યોજાયો..

સૌરાષ્ટ્રના કલાકારો એ ગરબા નું મહત્વ અને ગરબો શું છે તેની બેઠા ગરબા સાથે વિસ્તૃત માહિતી પુરી પાડી…

પાટણ તા.૧૮
પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા ૨૦૨૫ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવના આયોજકો દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રીમાં ગરબાનું મહત્વ અને ગરબો શું છે તેની વિસ્તૃત પરખ લોકો સુધી પહોંચાડવાના શુભ ઉદ્દેશ સાથે તા.૧૭ સપ્ટેમ્બર ને બુધવાર ની રાત્રે આઠ થી રાતના ૧૧ કલાકના સમય દરમિયાન શક્તિ વંદના કાર્યક્રમનું ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.
આ શક્તિ વંદના કાર્યક્રમમા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકાર ભદ્રસિંહ ગોહિલ,રવિ મારુ અને મિલન રાઠોડે પાટણના જાણીતા ઉત્સવ ઓરકેસ્ટ્રાના ધવલ રાવલ અને તેમના કલાવૃંદ ના સથવારે બેઠા ગરબા ની રમઝટ વચ્ચે ગરબા નું મહત્વ વણૅન કરાવી ઉપસ્થિત સૌને તલ્લીન બનાવ્યા હતા.
ખોડાભા હોલ ખાતે આયોજિત શકિત વંદના ના આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર કિશન રાવલ સહિત મોટી સંખ્યામાં પાટણની ધમૅ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહી હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૨૫ના આયોજક ચિરાગભાઈ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા નવરાત્રી પૂર્વે આયોજિત શકિત વંદનાના કાર્યક્રમની સરાહના કરી હતી.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here