
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે દાદા-દાદી દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. વિદ્યાર્થીઓએ દાદા-દાદીને સમર્પિત નૃત્ય, નાટક અને પ્રેરણાત્મક સંદેશો રજૂ કરીને દર્શાવ્યું કે દાદા-દાદી પોતાના પૌત્ર-પૌત્રીઓને બાળપણથી જ સંસ્કાર, મૂલ્યો અને નૈતિકતા આપીને જીવનને દિશા આપે છે.આ અવસરે દાદા-દાદીઓએ પણ રમતોમાં સક્રિય ભાગ લીધો અને પોતાના જૂના દિવસોને ફરી જીવંત કર્યા. વિદ્યાર્થીઓ સાથેનો આ મિલન પ્રસંગ દરેક માટે યાદગાર બની ગયો.




BIPS હંમેશાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યો પર આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરે છે. દાદા-દાદી દિવસ જેવી ઉજવણીઓ દ્વારા શાળાનું ધ્યેય છે કે વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને આભારીપણું વિકસે અને તેઓ ભવિષ્યમાં સંસ્કારી નાગરિક તરીકે ઊભા થાય.કાર્યક્રમમાં પ્રિન્સિપાલ તથા શિક્ષકો ની ઉપસ્થિતિ રહી, જેમણે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.



