જેસંગપુરા ના ભૂદેવોએદેશી ગરબા રમી જગતજનની ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

પાટણ તા. ૧
સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામમાં પરંપરાગત નવરાત્રી ગરબા નું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવે છે.
ત્યારે ચાલુ સાલે પણ ગ્રામજનો દ્રારા નવરાત્રી ગરબા મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેસંગપુરા આખું ગામ ભૂદેવો નું છે અને પંડીતો દ્વારા માતાજી ના ચોક માં રંગોળી પૂરી ગામના વડીલો અને યુવાનો ભેગા થઇ ને માતાજી ના ગરબા જૂની પરંપરાગત પ્રમાણે ગાઈ જગત જનની જગદંબા ના ગુણગાન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here