પાટણ ના ધારાસભ્યની લોકશાહીના રક્ષણ માટે જનજાગૃતિ અભિયાનની જાહેરાત…

‘વોટ ચોરી’ મુદ્દે જિલ્લામાં તા. ૩ જી ઓક્ટોબરથી સહિ ઝુંબેશ અભિયાન શરૂ કરાશે..

પાટણ તા. ૨
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ‘વોટ ચોરી’ના ગંભીર મુદ્દે ગુરૂવારે શહેરના જુના સર્કિટ હાઉસ ખાતે પાટણ ના ઇલેક્ટ્રોનિક તેમજ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પાટણના ધારાસભ્ય એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે લોકશાહીના રક્ષણ માટે જનજાગૃતિ અભિયાનની તાતી જરૂર છે ત્યારે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી વોટ ચોરી મામલે લોક જાગૃતિ માટે કરેલ જાહેરાત મુજબ પાટણ જિલ્લામાં આગામી તા.૩ ઓક્ટોબરથી આ જનજાગૃતિ અભિયાન નો સહી ઝુબેશથી પ્રારંભ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ‘વોટ ચોરી’નો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ બાબત પુરાવા સાથે રજૂ કરી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, વોટ ચોરી એ ભારતીય બંધારણ અને લોકશાહીને નુકસાન કરનારી ગંભીર બાબત છે.
આ સંવેદનશીલ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા માટે, પાટણ જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ સહિતના અન્ય કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરાશે.
ધારાસભ્યએ જિલ્લાવાસીઓને આ વોટ ચોરી મુદ્દે સહકાર આપી જાગૃત થવા અને લોકશાહીના રક્ષણ માટે સાથ આપવા આહ્વાન કર્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here