પાટણ પાલિકા દ્વારા હરીપુરા વિસ્તારમાં રૂ.૧કરોડના ખર્ચે બનનાર નવીન પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણ તા. ૨
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટો માંથી શહેરના અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

દશેરાના પવિત્ર દિવસે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના નિર્મળ નગર પાસે હરીપુરા વિસ્તારમાં આશરે એક કરોડના ખર્ચે નવીન પંપીંગ સ્ટેશન કાર્યરત બનાવવા માટે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાના પ્રશ્નો હતા જે આ નવીન પંપીંગ સ્ટેશન બનવાથી હલ થશે સાથે સાથે રેલ્વે ગરનાળા થી લોકો ને આ વિસ્તાર માંથી અવર જવર પણ કરી શકશે.
પાટણ નગરપાલિકા દ્વારા દશેરાના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા આ નવીન પંપીંગ સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર પ્રમુખ હર્ષ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો-કાર્યકરો,નગરપાલિકાના કોર્પોરેટરો, કર્મચારીઓ,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here