પાટણ ની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પલ્લી ઉત્સવ ના દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી…

પાટણ તા. ૬
ધર્મની નગરી પાટણ શહેરમાં ધાર્મિક ઉત્સવોને ભાવિક ભક્તો દ્વારા ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવતાં હોય છે ત્યારે કારતક સુદ ચૌદશના પવિત્ર દિવસે પાટણ શહેરની રક્ષા કરતા હનુમાનજી મંદિર પરિસર ખાતે શ્રી હનુમાનજી દાદા
ની પલ્લી ઉત્સવ ભકિત સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
પાટણ શહેરના ગુણવંતા હનુમાન મંદિર પરિસર ખાતે ભકતોએ દાદા ની આરાધના કરી ધજા દંડનું પુજન કરી ધજા દંડ ને મંદિર શિખર પર ચડાવી ભગવાન સન્મુખ નવ ખંડની પલ્લી ભરવામાં આવી હતી.
શ્રી ગુણવંતા હનુમાન મંદિર ખાતે થી મોટી સંખ્યામાં ભકતોની ઉપસ્થિત વચ્ચે ભક્તિ સંગીત ના સુરો વચ્ચે દાદાની પલ્લી નિકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નિજ મંદિરે સંપન્ન બની હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભકતોએ દાદાની પલ્લી નો સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી વિશ્વ કલ્યાણ ની કામના વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



