પાટણમાં નકલી એલ.સી.બી. પોલીસ બનેલા ૬ ઇસમોની ધરપકડ — રૂ. ૧૮.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ: પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટણ જીલ્લા એલ.સી.બી.  ટીમ દ્વારા નકલી એલ.સી.બી. પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા ૬ ઇસમોને ઝડપી પાડ્યા છે. આ ઇસમો પાસેથી કુલ રૂ. ૧૮,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ) તેમજ પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી ના માર્ગદર્શન હેઠળ,  પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પાટણ આર.જી. ઉનાગરના નેતૃત્વમાં એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક ઇસમો પોતાને પાટણ એલ.સી.બી.ના અધિકારી પી.ટી. ઝાલા તરીકે ઓળખ આપી લોકો પાસેથી “તપાસના ખર્ચ”ના બહાને પૈસાની માંગણી કરતા હતા. બાતમીના આધારે એલ.સી.બી. ટીમે છટકું ગોઠવી રવેટા હોટલના રૂમ નંબર ૩૦૨માંથી આ છ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

તપાસ દરમિયાન પરમાર (ઠાકોર) સંજયજી મફાજી રહેઠાણ વામૈયા, તા. સરસ્વતી, જી. પાટણ ના મોબાઇલમાંથી નકલી પોલીસ આઇકાર્ડ, લાલ કલરના પોલીસ બુટ અને ખાખી મોજા મળ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જણાયું કે આ ઇસમો પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નથી અને ખોટા એલ.સી.બી. પોલીસ તરીકે લોકોથી રૂપિયા પડાવતા હતા.

પોલીસે તેમની પાસેથી 1. રોકડ રકમ – રૂ. ૫૦,૦૦૦/-  2. મોબાઇલ ૧૧ નંગ – રૂ. ૧,૬૧,૦૦૦/- 3. ત્રણ વાહન – રૂ. ૧૬,૦૦,૦૦૦/- 4. પોલીસ યુનિફોર્મના બુટ અને મોજા – રૂ. ૧,૦૦૦/- 5. નકલી આઇકાર્ડ – રૂ. ૦/-

એમ કુલ રૂ. ૧૮,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ઇસમો વિરૂદ્ધ પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 1. ઠાકોર રમેશજી બાબુજી, રહે. બીલિયા, પટેલવાસ, તા. સિદ્ધપુર, જી. પાટણ 2. પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી, રહે. ચંદ્રુમણા ગામ, દરબારવાસ, જી. પાટણ 3. રાજપુત મહેન્દ્રસિંહ ભીખુસિંહ, રહે. ચંદ્રુમણા ગામ, દરબારવાસ, જી. પાટણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પાટણ એલ.સી.બી.ની આ સફળ કામગીરીથી શહેરમાં નકલી પોલીસના રૂપમાં ઠગાઈ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here