વન મંત્રી ની સુચના ને ધ્યાને રાખી ડીએફઓ સહિત ની ટીમે શ્રી પદ્મનાભ વાડી સંકુલની મુલાકાત લીધી.

પાટણ તા. ૬
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી રેવડી મેળાના શુભારંભ પ્રસંગે પધારેલા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ પદ્મનાભ સંકુલને હરિયાળો બનાવવા પાટણ જિલ્લા વનવિભાગને કરેલ સૂચના મુજબ ગુરુવારે પાટણ જિલ્લા વન વિભાગ અધિકારી એન.જે.પરમાર, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રજ્ઞાબેન ચૌધરી, વર્ષાબેન ઠાકોર સહિતના સ્ટાફે શ્રી પદ્મનાભ મંદિર સંકુલ ની રૂબરૂ મુલાકાત લીધી હતી.


આ મુલાકાત દરમિયાન તેઓએ સમગ્ર પદ્મનાભ વાડી સંકુલનું નિરિક્ષણ કરી વાડી પરિસરને કઈ રીતે ડેવલપમેન્ટ કરી હરિયાળું બનાવી શકાય તે બાબતે ઝીણવટભરી રીતે તપાસ સાથે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
પદ્મનાભ વાડી સંકુલની મુલાકાતથી જિલ્લા વન વિભાગ અધિકારી ખૂબ પ્રભાવિત બન્યા હતા અને આ વાડી સંકુલને હરિયાળો બનાવવા માટે પોતાની પ્રતિબધતા વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લા વન વિભાગ અધિકારી સહિતની ટીમની પદ્મનાભ મંદિર સંકુલ ની મુલાકાત દરમિયાન શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ,રમેશભાઈ સ્વામી,સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી અરવિંદભાઈ પ્રજાપતિ ટૂર વાળાએ તેઓનું શાલ, બૂકે થી સન્માન કરી ભગવાન પદ્મનાભ ની પ્રસાદ સ્વરૂપે રેવડી અપૅણ કરી આવકારી ભગવાન ની પુજા-અચૅના કરાવી હતી.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here