શ્રી પદ્મનાભ ભગવાનના મેળામાં રાજકીય મહાનુભાવોએ પધારી અઢારે વણૅની સુખાકારી માટે કામના વ્યકત કરી..

મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કમીટી દ્વારા રાજકીય મહાનુભવોને આવકારી રેવડી નો પ્રસાદ અપૅણ કર્યો…

પાટણ તા. ૬
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્ત રાત્રી મેળાના પ્રારંભથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી પદ્મનાભ ની રવાડી ના દર્શનાર્થે અને મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે.
આ સપ્ત રાત્રી મેળાના વનમંત્રીના વરદ હસ્તે કરાયેલા પ્રારંભ બાદ મેળાના બીજા દિવસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રવણજી દરબાર,અમિતભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા સહિતના રાજકીય મહાનુભાવો એ ઉપસ્થિત રહી ભગવાન શ્રી પદ્મનાભજી ની પૂજા- અર્ચના કરી અઢારે વર્ણની ની સુખાકારી માટેની કામના વ્યકત કરી હતી.
જયારે મેળાના ત્રીજા દિવસે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, કોર્પોરેટર ચંપાબેન દેસાઈ,રાજેન્દ્ર હિરવા
ણીયા,પાટણ શહેર ભાજપ મહિલા મોરચા મહામંત્રી માનસીબેન ત્રિવેદી,ડો.ચિરાગ પ્રજાપતિ, નિકુલ ચુનાવાલા સહિત ઓસિયા ગૃપના કમલેશ મોદી અને તેમની સેવાભાવી ટીમે ઉપસ્થિત રહી ભગવાન શ્રીપદ્મનાભજીના દર્શન – પ્રસાદનો લાભ લીધો હતો.
ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્ત રાત્રી મેળાના દર્શનાર્થે પધારેલા તમામ રાજકીય – સામાજિક મહાનુભાવોનું શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગતયુસન્માન કરી આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here