બિહારમાં NDAની જીતથી પાટણ ભાજપમાં જશ્નનો માહોલ.

પાટણ બગવાડા દરવાજા ખાતે ભાજપે આતશબાજી અને રેલી યોજી વિજય મનાવ્યો ઉત્સવ.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાટણ શહેરમાં વિજય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને NDAના વિજયની ખુશી વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આ ઉત્સવ મનાવ્યો હતો.

આ વિજય ઉત્સવમાં હુંડકોના ચેરમેન કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના અગ્રણી આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુંડકોના ચેરમેન કે.સી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 101 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેમાંથી 96 જેટલી સીટો પર વિજય હાંસલ કરી સફળતા મેળવી છે. તેમણે કોંગ્રેસના ‘વોટ ચોરીના મુદ્દા’ને નકારી કાઢ્યો હતો.

કેસી પટેલે વધુમાં કહ્યું કે, બિહારના મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં મતદાન કરી NDA સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે. મહાગઠબંધનના ‘મુસ્લિમ અને યાદવ’ના સૂત્રને બિહારની જનતાએ તોડીને ડબલ એન્જિનની સરકારને સમર્થન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here