પાટણ જિલ્લો મતદાર ફોર્મ ડિઝીટાઈઝેશનમાં રાજ્યમાં મોખરે..

પાટણ તા. 17
ભારતના ચૂંટણી પંચ દ્વારા 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) જાહેર કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ અને એકત્રીકરણ 4-11-2025 થી 4-11-2025 સુધી નિર્ધારિત કરાયું છે.
SIR કામગીરી અંતર્ગત કુલ 12,19,10104 મતદારોની 100% ફોમૅ વિતરણ પૂર્ણ થયું છે. પાટણ જિલ્લાએ 2,02,253 ગણતરી ફોર્મ પરત મેળવીને 16.59% ડિઝીટાઈઝેશનની કામગીરી પૂરી કરી છે.
આ સિદ્ધિ સાથે પાટણજિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં પ્રથમ ક્રમે છે. ડિઝીટાઈઝેશન પ્રક્રિયા દરમિયાન 5,352 ASD (Absentee, Shifted, Dead) મતદારોને ઓળખવામાં આવ્યા છે. આમાં મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા અન્ય જગ્યાએ નામ ચાલુ હોય તેવા મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોની વિગતો BLO એપમાં અપડેટ કરવામાં આવી છે.
જે મતદારો ગણતરી ફોર્મ ભરીને બૂથ લેવલ ઓફિસર (BLO) ને આપવાના બાકી રહી ગયા છે, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. BLO તેમના ઘરેથી ફોર્મ પરત મેળવશે અથવા મતદારો પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને ફોર્મ આપી શકે છે.
આ ઉપરાંત, આગામી 22-11-2025 (શનિવાર) અને 23-11-2025 (રવિવાર) ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.આ ખાસ કેમ્પના દિવસે પાટણ જિલ્લાના તમામ BLO સંબંધિત બૂથ પર સવારે 09:00 કલાકથી બપોરે 01:00 કલાક સુધી હાજર રહેશે. જે મતદારોનું ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય, તેઓ સંબંધિત મતદાન મથકની મુલાકાત લઈ BLO પાસે ફોર્મ ભરી પરત કરી શકે છે. જાહેર જનતાને આ કામગીરીમાં સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here