રાધનપુરના પેદાશપુરામાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ…

ગ્રામજનોએ પોલીસની હાજરીમાં 70-80 કેરબા દારૂ-વોશનો નાશ કર્યો…

પાટણ તા. 17
રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર ‘જનતા રેડ’ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દુષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા. તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા.જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા 70 થી 80 જેટલા કેરબા મળી આવ્યા હતા. યુવાનોને આ દૂષણથી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારા અસામાજિક તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here