સંસ્થા પરિસરમાં વિષ્ણુસહસ્ત્ર પાઠ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો…
પાટણ તા. ૮
પાટણ ભગિની સમાજના આદ્યસ્થાપક સ્વ.યામીનીબેન દેસાઈ ની પાંચમી પુણ્યતિથી નિમિતે ભગિની સમાજ સંસ્થા ના કાર્યાલય ખાતે વિષ્ણુસહસ્ત્ર પાઠ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયો
જન કરવામાં આવ્યું હતું.
ભગિની સમાજ પાટણના ટ્રસ્ટી શ્રીમતિ લ્યુનાબેન દેસાઈની પ્રેરણાથી પાટણ ભગિની સમાજના આદ્યસ્થાપક ટ્રસ્ટી અને આજીવન મંત્રી એવા સ્વ.યામિનીબેન દેસાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ભગિની સમાજ પાટણ દ્રારા આયોજિત આ કાર્યક્રમ ની શરૂઆત શિવોપાસક રેખાબેન જાની દ્રારા વિષ્ણુસહસ્ત્ર પાઠ નું તેના અર્થઘટન સાથે પઠન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સ્વ.યામિનીબેન ના આત્માની શાંતિ અર્થે તેઓની ફોટો પ્રતિમાને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ભગિની સમાજ સંસ્થા પરિવાર દ્વારા પુષ્પાંજલિ સાથે શ્રધ્ધા સુમન સમપિર્ત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ભગિની સમાજ સંસ્થા ની જે બહેનો ને સ્નેહ મિલન કાર્યક્રમની ભેટ મળી ન હતી તે તમામ બહેનોને પોતાની સ્મૃતિ ચિન્હ ભેટ આપવામા આવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા ભગિની સમાજ સંસ્થાના પ્રમુખ વાલીબેન પટેલ અને મંત્રી ડો.લીલાબેન સ્વામી સહિત ના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



