શંખેશ્વરમાં તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણીમાં હજારો ભાવિકો જોડાયા

પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકની આરાધનાથી સમાધિ મરણ પ્રાપ્ત થાય છે-જૈન મુનિ નયશેખર…

એક જન્મ્યો રાજદુલરોના નાદ સાથે ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા…

ભારતભરના વિવિધ જૈન તીર્થો એવં સંઘોમાં પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક એવં દીક્ષા કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૈનોનું બીજા નંબરમાં ધરાવતુ વિશ્વપ્રસિદ્ધ કહેવાતું એવું જૈન મહાતીર્થ શંખેશ્વરખાતે માગસરવદ દસમના દિવસે કલિકાલ કલ્પતરું,હાજરા હજુર,પ્રગટ પ્રભાવી, પુરુષાદનીય વામા નંદન અશ્વસેન મહારાજાના કુલદિપક શંખેશ્વર મંડળ ત્રેવીસમાં તીર્થંકર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક ના પાવન અવસરે જયારે દેશભર માંથી હાજરો ભાવિકો અઠ્ઠમ તપની આરાધના કરવા પધારેલ છે.અને જેમાં આચાર્ય ભગવંતો તેમજ સાધુ-સાઘ્વીજી ભગવંતો ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ. જેમાં ત્રણ દિવસ ઉપવાસ કરવા માં આવે છે.જેમાં માત્ર ઉકાડેલું પાણી તે પણ માત્ર સુર્યાસ્ત સુધી જ પીવામાં આવે છે.આ પ્રસંગે મુનિરાજશ્રી નયશેખર મ.સા.એ જણાવ્યું હતું કે પાર્શ્વનાથ પ્રભુનો જન્મ વારાણસી નગરીમાં થયો હતો.આ ત્રણ દિવસ દરમ્યાન ભાવિકો પરમાત્માનો પક્ષાલ પૂજા,કેસર પૂજા,ફૂલ પૂજા,ધૂપ પૂજા,દિપકપૂજા,નૈવેધ પૂજા,ફળ પૂજા,અક્ષત પૂજા,સવાર અને સાંજની આરતી મંગળ દીવો વિગેરે કરી રાત્રે પરમાત્માની ભક્તિમાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તિ ગીતો દ્વારા ભક્તિની મસ્તી માં તરબોળ બની કર્મો ખપાવી આત્માનું કલ્યાણ કરે છે. જેમાં અઠ્ઠમની આરાધના અને પ્રભુના જન્મ કલ્યાણક નો મહિમા વર્ણવ્યો હતો. શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમ તપ કરી માં ભગવતી શ્રી પદ્મા વતી દેવીને પ્રસન્ન કરી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રાપ્ત કરી તે મૂર્તિના પુણ્ય પ્રભાવથી પોતાના સૈન્યને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધું હતું.જેથી આ તીર્થમાં સદગુરુઓના સમાગમથી કરેલા અઠ્ઠમ તપનું મહત્વ અનેરું છે.અહીં જૈન શાસનના ધુરંધર આચાર્યો ભગવંતો એવં સાધુ-સાઘ્વીજી ભગવંતો પણ અઠ્ઠમ તપ કરે છે. સાથે સાથે શ્રાવક-શ્રવિકાઓઅને વૃદ્ધો જનો પણ ભક્તિભાવ સાથે અઠ્ઠમ તપ કરે છે.શંખેશ્વર પાર્શ્વ નાથ પ્રભુના જન્મ કલ્યાણકની આરાધના કરવાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય છે. અઠ્ઠમ તપના કારણે શરીર શુદ્ધ સાથે મનની શુદ્ધિ થાય છે.શુદ્ધ મનથી પરમાત્માના સ્મરણમાં અને ધ્યાન માં વિશેષ એકાગ્રતા થાય છે.શુભ પવિત્ર ભાવો ઉલ્લાષિત થાય છે. તીર્થનો પ્રભાવ અનુભવવા મળે છે.સૌ ભાવિકોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગપૂર્વક પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી રંગેચંગે હર્ષની લાગણી સાથે કરેલ.આ અવસરે શંખેશ્વર તીર્થની વિવિધ ધર્મ સંસ્થાઓમાં પરમાત્માની અંગ રચનાઓ કરવામાં આવેલ.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here