પાટણ તા. ૧૭
પાટણ એલસીબી પીઆઈ રાકેશભાઈ ઉનાગર ને પાટણ જિલ્લામાં બનેલા ગંભીર ગુનાઓનાં સફળ ડિકેટશન માટે વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનાં હસ્તે ભુજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેડલ ઓફ વેલોર થી સન્માનિત કરીને તેમની કાર્યશૈલી અને કાર્યપધ્ધતિની સરાહના કરાઇ હતી. તેમની સાથે સાથે પાટણ એલસીબીનાં આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્રસિંહનું પણ સન્માન કરાયું હતું.
પાટણ જિલ્લામાં વિવિધ પ્રકારનાં ગંભીર ગુનાઓનાં ડિટેક્શન એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં બે મોટા ગુનાઓ નોટોનું કૌંભાંડ પકડવા તથા જિલ્લામાં સોલાર કેબલ ચોરીઓના આરોપીઓને ઝડપી લઈ બંન્ને મોટા ગુનાનો ભેદ એલસીબી પીઆઈ રાકેશભાઈ ઉનાગરના માગૅ દર્શન હેઠળ ઉકેલાયો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




