દિયોદરના ગોદા ગામે સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ની સાકર તુલા કરાઈ

દિયોદર તાલુકાના ગોદા ગામે શુક્રવારે સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સત્કાર સમારંભ અને જિલ્લા સાસંદ ગેનીબેન ઠાકોર ની સાકર તુલા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા

દિયોદર તાલુકાના ગોદા ગામે શુક્રવાર ના રોજ ગ્રામ પંચાયત ના પૂર્વ ડે સરપંચ કલ્યાણભાઈ દેસાઈ દ્વારા સિકોતર માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં સિકોતર માતાજીના મંદિર ખાતે હવન નું આયોજન કરાયું હતું જેમાં બનાસકાંઠા લોક સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર ની સાકર તુલા પણ કરવામાં આવી હતી જેમાં આ સત્કાર સમારંભમાં ઓગડ ના મહંત બળદેવનાથ બાપુ,સરપંચ દિશાબેન દેસાઈ,ભુવાજી ધનાભાઇ દેસાઈ ,પૂર્વ ચેરમેન નરશીભાઈ રબારી,કોગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ,પૂર્વ સરપંચ સોમાભાઈ દેસાઈ,તથા પાબુજી ઠાકોર સહિત સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

અહેવાલ – દિનેશ કોઠારી, દિયોદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here