એસ.એસ.સી અને એચ.એસ.સી માં સંતાનોની પરીક્ષામાં માતા પિતાનું યોગદાન : ડૉ ઓધારભાઈ બી દેસાઈ

ટૂંક સમયમાં રાજ્ય અને કેન્દ્રીય પરીક્ષા બોર્ડ દ્રારા એસ એસ સી અને એસ એસ સી પરીક્ષા શરૂ થવા જઈ રહેલ છે ત્યારે બોર્ડ દ્રારા સફળતા પૂર્વક પરીક્ષા લઇ મૂલ્યાંકન કરી અને પરિણામ જાહેર કરે છે ત્યારે રાજ્યમાં કે જિલ્લામાં પ્રથમ કે દ્રિતીય નંબર પ્રાપ્ત કરતા વિધાર્થીઓના પ્રતિભાવ મીડિયામાં ટી વી પર અથવા વર્તમાનપત્રોમાં રજુ થાય છે ત્યારે ગુણવત્તા યાદીમાં સ્થાન મળવા બદલ તેઓ સૌ પ્રથમ મા બાપને યશ આપતા જોવા મળે છે. વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ પરિણામમાં શાળા કરતા માતા પિતાનો ફાળો મહત્વનો બની રહે છે કારણ કે વિદ્યાર્થી શાળામાં પાંચ કલાક ગાળે છે જયારે ઘરમાં ઓગણીશ કલાક ગાળે છે એચ એસ સી અને એસ એસ સી પરીક્ષામાં બાળક સાથે તેને પરીક્ષા સમય પહેલા સેન્ટર સુધી લેવા મુકવા જવા નો આગ્રહ રાખો, વાંચન સમયે વાલી પણ અન્ય પુસ્તકો વાંચે મોબાઈલ થી વાલી પણ દૂર રહે પરીક્ષા પૂર્વે રીવીઝન થઇ જાય તેવી કાળજી રાખો ઘોઘાટ માં પણ શાંત મને લખી શકે તેવી તેવો પાડો, પરીક્ષા સામગ્રી લઇ જવી તેમજ પાછી લાવવા ની યાદ રહે તેમજ યોગ્ય સમયે ભોજન આપો, તમામ કાળજી પરીક્ષા દરમિયાન માતા પિતા ની પણ છે
વિદ્યાર્થી અભ્યાસમાં તેમજ પરીક્ષાની સફળતામાં કૌટુંબિક પાશ્વભૂમિ મહત્વનો ભાગ ભજવે છે ઘણી વખત બુદ્ધિમતા પર આનુવંશિકતાની અસર થાય છે મોટા શહેરમાં દર વર્ષે મેરીટ લિસ્ટમાં કોઈ ને કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીનું નામ હોય છે વર્ષ 2011 થી 2025 સુધી સતત શહેરી વિધાર્થીઓ ગુણવત્તા યાદીમાં સ્થાન મેળવ્યું છે તેમાં તેમાંથી ઘણા વિધાર્થીઓના કુટુંબનો અભ્યાસ પણ પરિણામ પછી વર્તમાનપત્રો પરથી કરતા ખ્યાલ આવે છે તેમાં કુટુંબની પાશ્વભૂમિનો કેટલો મહત્વનો ભાગ ભજવે છે તેનું આ હક્કીકત સમર્થન કરે છે એક સંસ્કૃત સુભાષિતમાં કહેવામાં આવ્યું છે યસ્મીન કુલે ત્વમ ઉત્પન્નનો ગજ:તત્ર ન હન્યતે. એટલે હાથી હણાયો ન હોય તેવો કુળના વિદ્યાર્થીઓ માટે મેરીટના દ્રાર અલબત બંધ થઇ જતા નથી જયારે હું સાક્ષી છું પાટણ નગર નો વિદ્યાર્થી રાહુલ મોદી હોય કે રાજપાલ જાડેજા હોય માહી દેસાઈ જેવા વિદ્યાર્થીઓ કઠોર પરિશ્રમ અને કુટુંબ નો સક્રિય સહયોગ અશક્યને પણ શક્ય બનાવી શકે છે પોતાના સંતાનો એસ એસ સી અને એચ એસ સી પાસ થાય તે આજે દરેક માતા પિતા માટે અનિવાર્ય ગણાવા લાગ્યું છે આજથી 50 વર્ષ પહેલા એસ એસ સીમાં નાપાસ થનાર પણ ગર્વ લેતા “કેટલું ભણ્યા? ના જવાબમાં તેઓ ગર્વથી કહેતા, એસ એસ સી ફેલ પરંતુ આજે એસ એસ સી નાપાસ કહેવામાં ઘણી શરમ અનુભવવી પડે છે. એસ એસ સી પરીક્ષા પાસ કરવા માતા પિતાએ સંતાનને નિયમિત અને આયોજનબદ્ધ અભ્યાસ કરવા પ્રોત્સાહન આપવું જરૂરિ છે ગુણવત્તા યાદીમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે પાંચમા ધોરણથી જ તેના પર સતત કાળજી લેતા થવું પડે છે આ માટે તે ફક્ત ગોખણપટ્ટીયા ન બની રહે પણ તેના વ્યક્તિત્વના સર્વે પાસાઓ વિકસાવી શકે તે રીતે માર્ગદર્શન જરૂરી બંને છે બાળક અભ્યાસ અને પરીક્ષામાં સફળ બની રહે તે માટે માબાપ શું ફાળો આપી શકે?સૌ પ્રથમ માબાપ ફક્ત મા કે બાપ ન બની રહેતા વિધાર્થીના વાલી બને. તેના રક્ષક, પાલક, માર્ગદર્શક અને મિત્ર બની રહે. બાળકને શાળામાં ધકેલી દેવાથી મા બાપની ફરજ પુરી થઇ જતી નથી. અભ્યાસની સરળતા માટે તેને જરૂરી સર્વે શિક્ષણ સામગ્રી મળી રહે તે જોવું જરૂરી છે. પાઠ્ય પુસ્તકો નોટબુકો, સ્ટેશનરીથી માંડીને તેના યુનિફોર્મ અને રીસેસમાં ખાવાના લંચ બોક્સ સુધીની વિગતો કાળજી માંગી લે છે. કેટલીક નાની બાબતો પણ બાળ માનસને સ્પર્શી જતી હોય છે. દા.ત.. બધા બાળકો શાળામાં બુટ મોજા પહેરીને આવતા હોય પરંતુ તમારા બાળકને સ્લીપર પહેરીને શાળામાં જવું પડતું હોય તો તેણે સતત લઘુતાગ્રંથી અનુભવવી પડે છે.
અભ્યાસ અને પરીક્ષામાં સારા દેખાવ માટે ફક્ત પરીક્ષા પહેલાના ત્રણ ચાર મહિના જ મા બાપ ની કાળજી પૂરતી નથી એસ એસ સી માં ગુણવત્તા યાદીમાં તમારું સ્થાન મેળવે તમે ઇચ્છતા હો તો ચોથા અને સાતમા ધોરણમાં લેવાતી શિષ્યવૃતિ પરીક્ષામાં તેને બેસાડો શાળામાં થતા દરેક વિષયના કાર્ય સાથે બાળકો સંપૂર્ણપણે તાલ મિલાવતો રહે તે સતત જોતા રહો. શાળાના કાર્યને પૂરક થઇ પડે તેવી પ્રવુતિઓ કરાવો. અભ્યાસ માર્ગે આગળ વધતા વિવિધ નોલેજ ચકાસણી પરીક્ષાઓ, ચિત્ર પરીક્ષા, જ્ઞાનસાધના પરીક્ષા, એન એમ એમ એસ પરીક્ષા, માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની શાળામાંથી માહિતી મેળવો અને તમારા સંતાનોને આવી પરીક્ષા અપાવો. અગાઉ જોઈ ગયા તે મુજબ વિદ્યાર્થીએ બધા જ વિષયોને એક સરખું મહત્વ આપવું જોઈએ આ માટે મા બાપ તેને અભ્યાસનું સમયપત્રક બનાવવામાં મદદ કરી શકે. આપણે એ પણ જોઈ ગયા કે એસ એસ સી માં ટકાવારી વધારવામાં ભાષાઓ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા પર સારુ પ્રભુત્વ મેળવવા માટે પાઠયેતર ભાગ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે આ માટે બાળકનું વાંચન વધે તેવા પ્રયત્નો કરવા જરૂરી છે પ્રાથમિક સ્તરથી જ બાળકને રસ પડે તેવી વાર્તાની ચોપડીઓ લાવી આપો આથી વાંચનમાં તેનો રસ કેળવાતો જશે. ધીમે ધીમે ગંભીર વાંચન તરફ વાળો વર્તમાનપત્રો, સામયિકો અને અન્ય સાહિત્યના વાંચનમાં સંતાનોને રસ લેતા કરો. મા બાપે યોગ્ય સાહિત્ય ઉપલબ્ધ કરી આપવું જોઈએ. ભાષા વિકાસ માટે વાંચન ઉપરાંત સાહિત્યક સભાઓ, કાવ્યગોષ્ઠિઓ, પ્રદર્શનો વગેરે માબાપ સંતાનને લઇ જઈ શકે. આથી તેઓમાં સાહિત્ય પ્રત્યે રુચિ જાગશે સારા વક્તાઓના ભાષણોમાં અચૂક લઇ જાવ. શાળા અને અન્યત્ર યોજાતી નિબંધ સ્પર્ધા, વક્તૂત્વ સ્પર્ધાઓ, નાટ્ય સ્પર્ધાઓ વગેરેમાં ભાગ લેવા બાળકો ને પ્રોત્સાહન કરવું મે એવા વાલીઓ જોયા છે જેઓ કે સ્પર્ધાઓ માં ભાગ લેવા બાળકોને હરીફાઈઓ માટે તૈયાર કરતા શાળા દ્રારા યોજાતા સંસ્કૃતિક તથા અન્ય કાર્યક્રમમાં બાળકને ભાગ લેવા સગવડ આપો બાળક નાટકમાં કે સંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે તો તેને શાળાના ચાલુ સમય ઉપરાંતના સમયમાં કે રજાઓમાં કામ કરવું પડે છે આવા સમયે બાળકને શાળામાં લાવવા લઇ જવાની માથાકુટમાંથી બચવાં કેટલા મા બાપો બાળકને ભાગ લેતા અટકાવે છે આવી પ્રવુતિઓ બાળકના અભ્યાસને પૂરક બની રહે છે તે મા બાપોએ ભૂલવું ન જોઈએ. સાહિત્યક અને સંસ્કૃતિક પ્રવુતિઓ ઉપરાંત શારીરિક પ્રવુતિઓ, રમત ગમત વગેરેમાં બાળકને રસ લેવા પ્રોત્સાહન આપવું જરૂરી છે જેથી વ્યક્તિત્વના સંઘળા પાસાનો સંતુલિત વિકાસ થાય બુદ્ધિ અને મનની કાળજી સાથે બાળકના આરોગ્યની કાળજી જરૂરી છે બાળકને બાળપણથી જ પૌષ્ટિક અને સંતુલિત આહાર મળે તે જોવું જરૂરી છે આ માટે ડોક્ટર કે મનોવૈજ્ઞાનિકની સલાહ લઇ શકાય. બાળક ખોટા વ્યસનોથી દૂર રહે તે પર મા બાપોએ સતત નજર રાખતા રહેવું જોઈએ ફક્ત પરીક્ષાના સમય પૂરતી જ આરોગ્યની કાળજી રાખવા કરતા સતત કાળજી તેના શારીરિક વિકાસ ને પોષક બની રહેશે કસરતો, યોગાસન વગેરે સગવડ તેને મળી રહે તે જોવું પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમના બહારના વિષયોમાં રસ લેતા કરવા નવા નવા રસના વિષયો કેળવાય તે તરફ લક્ષ આપવું જરૂરી છે દા. ત.. ઉલ્કા વર્ષા વિશે જાહેરાતો થઇ તેના અનુસન્ધાને બાળકોને રાત્રે જગાડી ને ઉલ્કાનું નિરીક્ષણ કરાવવાથી તેની નવું જાણવાની જિજ્ઞાસા સંતોષી શકશે. પરંતુ ખુલ્લા આકાશ નીચે બેસી આકાશદર્શન કરવા પ્રોત્સાહિત કરી શકાય. ઘણી વખત માતા પિતા પોતે જ નિરાશાવાદી હોય છે અમારો છોકરો કે છોકરી કઈ મેરીટ યાદીમાં આવે? અમારું ગજું નહીં મેરીટમાં આવવા લાગવગ જોઈએ કેટલાકની માન્યતા છે કે ટ્યૂશન વાળા બોર્ડમાં સારા ગુણ લાવે છે આ બધી જ માન્યતા પાયા વિનાની છે નિરાશાવાદી છોડી સંપૂર્ણ આશાવાદી બની મા બાપ સંતાનો ને સખત પરિશ્રમ કરતા શીખવી શકે તો સંતાનો ધાર્યું લક્ષ મેળવી શકે છે કારણ કે અત્યારની એસ એસ સી પરીક્ષામાં સારા ટકા મેળવવા બુદ્ધિની નહીં પણ માહિતી અને સ્મૃતિશક્તિની જરૂર પડે છે સૌથી વધુ બુદ્ધિશાળી છે એવુ વિધાન ખોટું સાબિત થાય છે પરીક્ષામાં સારી સફળતા ફક્ત બુદ્ધિ પર આધાર રાખતી નથી માહિતીને સ્મૃતિમાં સંગ્રહી રાખી પરીક્ષા વખતે તેને વ્યવસ્થિત રીતે ઓકી નાખવાથી સારી સફળતા મળી શકે છે આ માટે જરૂર છે સખત પરિક્ષમની પરિશ્રમ માટે પ્રેરણા મા બાપો જ આપી શકે. લાગવગ કામ નથી. ખોટી અફવાઓ વાલીઓ દૂર રહેવું જોઈએ. ફક્ત પોતાના સંતાનો સારી રીતે સજ્જ બંને તે પર લક્ષ કેન્દ્રિત કરવું જરૂરી છે. સંતાનોને સંપૂર્ણ મદદ કર્યા પછી પણ તેનું પરિણામ કદાચ તમારી અપેક્ષા મુજબ ન આવે તો પણ તેને હડધુત કરશો નહીં તેનો તિરસ્કાર કરશો નહીં કારણ કે આવા સમયે તે મનથી ભાંગી પડેલો હોય છે તેથી તેને પ્રેમની અને આશ્વાસનની જરૂર હોય છે ઘરમાં તેનો તિરસ્કાર થશે તે બીકે કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યાના માર્ગે વળે છે તે આપણે જાણીએ છીએ તેથી સંતાનોની નિષ્ફળતાના સમયે તેઓ સાથે મનોવૈજ્ઞાનિક અભિગમ રહે તે જોવું માતા પિતા માટે અત્યન્ત મહત્વનું છે જીવનમાં આવા આચકા વખતે તેને પ્રેમ અને પ્રોત્સાહન મળે તો સંભવ છે કે તેનું જીવન એક નવા સફળ માર્ગો આગળ વધે છે

પ્રેરકલેખ
ડૉ ઓધારભાઈ બી દેસાઈ
શિક્ષક ઉચ્ચતર માધ્યમિક વિભાગ
શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here