પાટણ જિલ્લા નિવાસી કલેકટરને આવેદન પત્ર આપી કરાઈ માંગ.

પાટણ શહેરના મધ્યમાં આવેલી વર્ષો જૂની સરકારી સિવિલ હોસ્પિટલમાં IUI. IVF અને ટેસ્ટ બેબી ટ્યુબ ની સુવિધા ઉપલબ્ધ બનાવવા પાટણ જિલ્લા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાત મંદો માટે આશીર્વાદરૂપ બની છે અને તેનો લાભ પાટણ જિલ્લાના છેવાડા સુધીના દર્દીઓ મેળવી રહ્યા છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષો પહેલા આઈ. યુ.આઈ. આઈવીએફ અને ટેસ્ટ બેબી ટ્યુબના સાધનોની વ્યવસ્થા હતી પરંતુ સંજોગો અનુસાર આધુનિક મશીનરી સિધ્ધપુર તાલુકા મથકે ખસેડવામાં આવી હતી ત્યારે પાટણ શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો પૂરતો સ્ટાફ હોવા છતાં પણ જે પરિવારોને બાળકોની શેર માટેની ખોટ પૂરી કરવા માટે વર્તમાન સમયમાં ખાનગી હોસ્પિટલોના મોટા પેકેજો થી દેવા કરીને પણ શેર માટીની ખોટ પૂરી કરવા ખર્ચામાં ડૂબવું પડે છે ત્યારે આવા ની: સંતાન દુઃખી દર્દીઓના હિત ખાતર ગુજરાત સરકાર દ્વારા ફરીવાર વિચારણા કરીને વંધ્યત્વ નિવારણ અર્થે નવી આધુનિક મશીનરી પાટણ જિલ્લાના શહેરી વિસ્તારની સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈ.યુ.આઈ. આઈ. વી.એફ. અને ટેસ્ટ બેબી ટ્યુબ ની સુવિધા સત્વરે ઉપલબ્ધ બનાવવા માટે જાગૃત મહિલાઓ તેમજ પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સહિત સામાજિક કાર્યકર ઉપેસ પંચાલ દ્વારા હાલના તબક્કે પાટણ જિલ્લા નિવાસી કલેકટરને સંબોધીને રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે…….!




