ડોર ટુ ડોર પ્રચાર: જનતાનો મળ્યો જોરદાર પ્રતિસાદ, લોકસંપર્ક સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ.
વોર્ડ નંબર 8ના આપ પાર્ટીના ઉમેદવાર ઉપેશ પંચાલને રહીશોએ આવકાર્યા.
શિક્ષણ, સ્વાસ્થ્ય, અને પાયાની સુવિધાઓના વચન સાથે લોકોની વચ્ચે પાટણ વોર્ડ નંબર 8ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપેશ પંચાલ પહોંચ્યા.
પાટણની રાજનીતિમાં અત્યારે ગરમાવો આવી ગયો છે! 2026ની પાટણ નગરપાલિકા ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ગયા છે, ત્યારે પાટણ વોર્ડ નંબર 8 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપેશ પંચાલે જે રીતે પ્રચારના શ્રીગણેશ કર્યા છે, તેણે વિરોધીઓના હોશ ઉડાવી દીધા છે.
પાટણના વોર્ડ નંબર 8 માં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ‘આમ આદમી પાર્ટી’નાપાટણ વોર્ડ નંબર 8ના લોકપ્રિય ઉમેદવાર ઉપેશ પંચાલ જ્યારે પોતાના સમર્થકો સાથે નીકળ્યા, ત્યારે વાતાવરણમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના ગડગડાટ અને ‘પરિવર્તન’ના નારા સાથે ઉપેશ પંચાલે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે.
ઉપેશ પંચાલ જનતાની વચ્ચે રહેનારા કાર્યકર સાબિત થઈ રહ્યા છે. આજે તેમણે વોર્ડના એક-એક ઘરની મુલાકાત લીધી. વૃદ્ધોના આશીર્વાદ લીધા અને યુવાનો સાથે હાથ મિલાવ્યા.
પાટણ શહેરના વોર્ડ નંબર 8 ના રહીશોનું કહેવું છે કે, અમને એક એવા પ્રતિનિધિની જરૂર છે જે અમારી સમસ્યાઓને સમજે, અને ઉપેશ પંચાલમાં અમને એ આશા દેખાય છે.
લોકોનો આ ભરપૂર સહકાર જોઈને લાગી રહ્યું છે કે આ વખતે પાટણ નગરપાલિકામાં મોટો ઉલટફેર થવાની શક્યતા છે.
પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપેશ પંચાલે જણાવ્યું હતું કે મારો ઉદ્દેશ્ય વોર્ડ નંબર 8 ને આદર્શ વોર્ડ બનાવવાનો છે. જનતાનો જે પ્રેમ મળી રહ્યો છે, તે સાબિત કરે છે કે લોકો હવે બદલાવ ઈચ્છે છે. અમે કામની રાજનીતિ લઈને આવ્યા છીએ. પાટણની જનતા અત્યારે પરિવર્તનના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ઉપેશ પંચાલની આ ‘ધમાકેદાર એન્ટ્રી’એ ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આ લોકસંપર્ક મતમાં કેટલો પરિવર્તિત થાય છે…..!




