ઓગડ તાલુકાના થરા નજીક વડાના પરા પાસે ખાધ્ય તેલના ડબા ભરેલ ટ્રક પલ્ટી..ચાલકને સામાન્ય ઇજા

થરા-શિહોરી નેશનલ હાઈવે પર વડાના પરા નજીક સોયાબીન તેલના ડબા ભરેલા એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ટ્રેલર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને થરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


જાણવા મળતી માહિતી અનુસાર,આ કન્ટેનર ટ્રેક નં . જી.જે.૧૨ બી.ઝેડ.૮૨૫૦ ગાંધીધામ-કંડલા તરફથી સોયાબીન તેલના ડબા ભરીને રાજસ્થાન જઈ રહ્યું હતું. રાધનપુર-શિહોરી ડીસા નેશનલ હાઈવે પર પસાર થતા ઓગડ તાલુકાના થરા થી વડા નજીક
વડાના પરા પાસે પહોંચતા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડની સાઈડમાં પલટી ગયું હતું.અકસ્માતની જાણ થતાં થરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવારાર્થે થરા જે.વી.શાહ સરકારી રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here