પાટણ તા. ૨
પાટણની ઓકસફર્ડ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ મા આજથી ઉનાળું વેકેશન પડતાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોને મોજ મસ્તી કરાવવા શાળા સંચાલક મંડળ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા શાળા સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં રેઈન ડાન્સ સહિતની મોજ મસ્તી કરાવવામાં આવી હતી.
એક તરફ ઉનાળાનુ વેકેશન પડવાની મજા સાથે બાળકોએ સ્વિમિંગ પુલમાં રેઈન ડાન્સ ની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો.તો સંચાલક મંડળ સહિત સમગ્ર શાળા પરિવારે બાળકો ને વેકેશન ના સમયમાં પરિવાર સાથે હરવા ફરવા અને મોજ મસ્તી કરવાની સાથે સમય મળે અભ્યાસિક પ્રવૃત્તિ કરવા જણાવી વેકેશન ની શુભેચ્છા પાઠવી હતી.




