અંજાર શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત માતા-પુત્ર બન્યા વિજેતા૩૬ વોટથી માતાની હાર સામે રિ -કાઉન્ટિંગ કરાવતા માતા છાયાબા જાડેજાનો ૬૬ વોટથી ભવ્ય વિજય થયો

કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં અત્યંત રસપ્રદ અને ઐતિહાસિક કિસ્સો સામે આવ્યો છે,જેમાં માતા અને પુત્ર બંનેએ સાથે મળીને વિજયનો ધ્વજ લહેરાવ્યો છે.વોર્ડ નંબર ૪માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા (રાજા)એ પોતાની આખી પેનલ સાથે શાનદાર વિજય હાંસલ કરી વિરોધીઓને પરાજય આપ્યો છે. જોકે, સૌથી વધુ ચર્ચા જગાવનારી જીત તેમના માતા છાંયાબા તેજસિંહ જાડેજાની રહી છે. છાંયાબાએ ભાજપના ગઢ સમાન ગણાતી વોર્ડ નંબર પની પેનલમાં મજબૂત ગાબડું પાડીને વિજય મેળવ્યો છે. પ્રથમ ગણતરીએ ૩૬ વોટથી માતા છાયાબા જાડેજાની હાર સામે રિ -કાઉન્ટિંગ કરાવતા માતા છાયાબા જાડેજાનો ૬૬ વોટથી ભવ્ય વિજય થયો આમ, કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડી રહેલા માતા અને પુત્ર બંનેએ એકસાથે જીત મેળવીને રાજકીય મેદાનમાં નવો ઇતિહાસ રચ્યો છે,જેને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગત ચૂંટણીમાં અંજાર નગર પાલિકામાં વિરોધ પક્ષ તરીકે રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા (રાજા)એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવ્યો હતો અને એવી જ ઉમદા ફરજ પાંચ વર્ષ વિરોધ પક્ષના નેતા તરીકે બજાવી અંજારમાં સારી એવી લોકચાહના મેળવી હતી.મૂળ ભચાઉ તાલુકાના કંથકોટના રાજ પરિવારના તેમના મોટા બાપા સ્વ.કલુભા રવુભા જાડેજા કચ્છ જિલ્લાના કોંગ્રેસના પીઢ નેતા પૂર્વ.ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ,કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી સારી લોક ચાહના મેળવી હતી.આજે રાજેન્દ્રસિંહ તેજસિંહ રવુભા જાડેજા રાજકીય સેવાકીય નામના મેળવી છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here