પાટણ તા. 21
દેશના પૂર્વ યુવા વડાપ્રધાન અને ભારતે નવી દિશા અને દ્રષ્ટિ આપનાર કોંગ્રેસના અગ્રણી નેતા સદગત રાજીવ ગાંધીની 35 મી પુણ્યતિથિ નિમિત્તે ગુરૂવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ. રાજીવ ગાંધી ના તૈલી ચિત્રને કોગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં
પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, કોંગ્રેસના નેતા કાનજીભાઈ દેસાઈ, શહેર પ્રમુખ દીપક પટેલ સહિત પક્ષના આગેવાનો, કાર્યકરોએ ઉપસ્થિત રહી રાજીવ ગાંધી અમર રહો ના નારા સાથે તેમની છબીને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.




